30 August, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની સીઝન ૧૬માં અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં અમિતાભ બચ્ચને મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી. અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરતા આવ્યા છે. આ શોના માધ્યમથી લોકોને ધનરાશિ જીતવાની તક મળે છે. શોને જે પ્રકારે તેઓ હોસ્ટ કરે છે એના કારણે તેઓ લોકોના ફેવરિટ છે. તાજેતરમાં આ શોમાં ક્રિષ્ના સેલુકર નામની સ્પર્ધક પહોંચી હતી. તેની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉનથી તેની નોકરી છૂટી ગઈ હતી. એ શોમાં તેણે કહ્યું કે ‘અગર મૈં કહૂં બિના શાદી કી લડકી ઘરવાલોં પર બોઝ હોતી હૈ ના સર, એક ઉમ્ર હોને કે બાદ બેરોજગાર લડકે ઉતને હી બોજ હોતે હૈં.’
તો તેને જવાબ આપતાં અમિતાભ બચ્ચન કહે છે, ‘એક બાત બતાએં આપકો. લડકી જો હૈ બોઝ કભી નહીં બન સકતી, બહુત બડી શાન હોતી હૈ મહિલા.’