26 October, 2021 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ વી. ગ્રોવર
‘ઉડારિયાં’માં કરણ વી. ગ્રોવરની એન્ટ્રી અંગદ માન તરીકે થઈ રહી છે. પ્રિયંકા ચૌધરી દ્વારા ભજવવામાં આવી રહેલા તેજોના પાત્રને અંકિત ગુપ્તા દ્વારા ભજવવામાં આવેલા ફતેહ એટલે કે તેના પતિ દ્વારા છેતરવામાં આવે છે. તેજો હવે તેની લાઇફમાં આગળ વધવા માગે છે અને તેની મુલાકાત અંગદ માન સાથે થાય છે. અંગદ સ્પોર્ટ્સ ઍકૅડેમીમાં ઇન્વેસ્ટર હોય છે એથી તેની મુલાકાત તેજો સાથે થાય છે.
આ વિશે વાત કરતાં કરણે કહ્યું કે ‘મેકર્સ રવિ અને શર્ગુન મારા સારા મિત્રોની સાથે તેઓ ઘણા હિંમતવાળા છે. તમને જ્યારે તમારા મિત્રો સાથે મળીને કંઈક સાહસિક કામ કરવાની તક મળે ત્યારે તમારે એ તકને જવા ન દેવી જોઈએ. તેમના પ્રોડ્યુસર તરીકેના પહેલા શો ‘ઉદારિયાં’માં કામ કરવાની મને ખુશી છે. અંગદનું પાત્ર ખૂબ કૉમ્પ્લેક્સ અને ડાયનૅમિક છે. તેની હાજરી શોના પ્લૉટમાં નવીનતા લાવશે. કલર્સ સાથેનો આ મારો પહેલો શો છે અને તેમની સાથે કામ કરવાની મને ખુશી છે.’