બ્રેકઅપની વાતને ફગાવી કરણ અને તેજસ્વીએ

29 June, 2024 09:49 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે લંડન વેકેશનના કેટલાક રોમૅન્ટિક ફોટો શૅર કરીને તેમણે બ્રેકઅપની વાતને ફગાવી દીધી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશે તેમના બ્રેકઅપની વાતને ફગાવી દીધી છે. તેઓ ‘બિગ બૉસ 15’માં મળ્યાં હતાં અને ત્યારથી એકમેકને ડેટ કરી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસથી એવી ચર્ચા હતી કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વિશે તેમણે કોઈ કમેન્ટ નહોતી કરી. જોકે ગઈ કાલે લંડન વેકેશનના કેટલાક રોમૅન્ટિક ફોટો શૅર કરીને તેમણે બ્રેકઅપની વાતને ફગાવી દીધી છે. તેમના ફોટોમાં બૅકગ્રાઉન્ડમાં લંડનનું પાર્લમેન્ટ હાઉસ પણ દેખાઈ રહ્યું છે.

karan kundra relationships indian television television news