06 September, 2022 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કપિલ શર્મા (ફાઈલ તસવીર)
Kapil Sharma Tribute To Mohammed Rafi: કૉમેડિયન કપિલ શર્મા પોતાની હ્યૂમરસ કૉમેડી માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે સાથે જ આ કલાકાર સિંગિંગમાં પણ માહેર છે. આમ તો કૉમેડી શૉ કે એવૉર્ડ ફંકશનમાં કપિલ શર્માનો સુરીલો અંદાજ તમે ઘણીવાર જોયો હશે પણ કપિલે માઇક પકડીને પોતાના સુરોથી જે મહેફિલ સજાવી છે તેને જોઇને બધાં ચોંકી ગયા છે. હકિકતે, કપિલ શર્માએ પોતાના શૉ દરિમયાન દિવંગત સિંગર મોહમ્મદ રફીને યાદ કરતા તેમને શાનદાર રીતે શ્રદ્ધાંજલિ આપી છે.
કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો વીડિયો
કપિલ શર્માએ આ શ્રદ્ધાંજલિ મેલબર્નમાં આપી છે. કૉમેડિયને ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાનો આ વીડિયો ચાહકો સાથે શૅર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કપિલે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે ફિલ્મ `અમર અકબર એંથની`માંથી મોહમ્મદ રફીનું ગીત `પર્દા હૈ પર્દા` ગાતો જોવા મળે છે. જણાવવાનું કે કીકૂ શારદા, કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક હાલ ઑસ્ટ્રેલિયામાં છે.
વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
વીડિયોમાં, કપિલ `શબાબ પે મેં ઝરા સી શરાબ ફેકુંગા...` ગાતો જોવા મળે છે. કૉમેડિયન પોતાની પર્ફૉર્મન્સ દરમિયાન, દર્શકોને મોહમ્મદ રફી માટે તાળીઓ વગાડવા માટે કહેતો જોવા મળ્યો. તેણે જણાવ્યું કે દિવંગત પ્લેબૅક સિંગર અમૃતસર સાથે જોડાયેલા હતા. કપિલ શર્માની આ અદા પર તમામ સેલેબ્સની સાથે સાથે તેના ચાહકો પણ ફિદા થયા છે.
`ધ કપિલ શર્મા શૉ` 10 સપ્ટેમ્બરથી થશે શરૂ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, કપિલ શર્મા ટીવી પર પોતાના લોકપ્રિય કૉમેડી શૉ `ધ કપિલ શર્મા શૉ`ના કમબૅક માટે કમર કસીને તૈયાર છે. આ શૉ 10 સપ્ટેમ્બરથી ઑન ઍર થશે. એક્ટર અક્ષય કુમાર શૉમાં પહેલા સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે. આ સિવાય, કપિલના હાથમાં વધુ એક ફિલ્મ છે, જે નંદિતા દાસ નિર્દેશિત કરી રહી છે. `Zwigato` નામની આગામી ફિલ્મમાં, તે એક ફૂડ ડિલીવરી એક્ઝિક્યૂટિવના પાત્રમાં જોવા મળશે.