કપિલ શર્માએ લગ્ન અંગે ખોલ્યું રહસ્ય, તમે માની નહીં શકો!

16 March, 2019 05:48 PM IST  | 

કપિલ શર્માએ લગ્ન અંગે ખોલ્યું રહસ્ય, તમે માની નહીં શકો!

ગિન્ની ચતરથ સાથે કપિલ શર્મા

કપિલ શર્માએ ગત વર્ષે ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જો કે હવે પોતાના લગ્ન અંગે કપિલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ધ કપિલ શર્મા શોના હોલી સ્પેશિયલ એપિસોડમાં કપિલે પોતાના મોડા લગ્ન અંગે ખુલાસો કર્યો છે.

ધ કપિલ શર્મા શોના હોલી સ્પેશિયલ એપિસોડમાં હાસ્ય કવિ અંજુમ રહબર, અરુણ જેમિની અને પ્રદીપ ચૌબે ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ એપિસોડનો પ્રોમો સોશિયલ મીડિયામાં આવી ચૂક્યો છે, જેમાં કપિલ પોતાના લગ્ન અંગેનો કિસ્સો સંભળાવી રહ્યા છે. કપિલ કહી રહ્યા છે કે,'જ્યારે હું કોઈ છોકરીને જોવા જતો હતો તો તેમના માતા પિતા પૂછતા હતા કે શું કરો છો. હું કહેતો કોમેડી કરું છું. તો છોકરીના મમ્મી પપ્પા કહેતા કે એ તો ઠીક પરંતુ પૈસા કમાવા માટે શું કરો છો.'

કપિલે ખુલાસો કર્યો છે કે આ જ કારણે તેમને રિજેક્ટ કરી દેવાતા હતા. બધાને એવું જ લાગતું હતું કે કોમેડી કરવાથી પૈસા નથી મળતા. આ વાત પર તમામ દર્શકો અને ગેસ્ટ હસવા લાગે છે. બાદમાં પ્રોમોમાં કપિલ કવિને પૂછે છે કે શું તમારે પણ લગ્ન માટે બેન્ક બેલેન્સ બતાવવું પડ્યું હતું. તો કવિગણ પણ શાનદાર જવાબ આપે છે. કવિ અરુણ જેમિનીએ કહ્યું કે મારા સાસુ આજે પણ મને પૂછે છે કે સગા સંબંધીઓને મારા કરિયર વિશે શું કહેવું. તેઓ એ વાત માનતા નથી કે હું કવિતાઓ લખીને પૈસા કમાઉ છું.

આ એપિસોડમાં હસી અને મજાકના રંગ ઉડશે, તો કપિલ પોતાના જૂના સાથી ચંદન પ્રભારકનું પુનર્મિલન પણ થશે. ચંદન પ્રભાકર કેટલાક દિવસો બાદ ધ કપિલ શર્મા શોમાં પાછા ફરી રહ્યા છે. પરંતુ હવે ચંદુ ચાવાળાના નહીં પરંતુ બીજા અવતારમાં દેખાશે.

આ પણ વાંચોઃ મારી નિષ્ફળતાએ મને ઘણુ શીખવ્યું છે : કપિલ શર્મા

ધ કપિલ શર્મા શો ડિસેમ્બર મહિનામાં શરૂ થયો હતો. શરૂઆતમાં આ શોનું રેટિંગ સારુ રહ્યું પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ટીઆરપી ચડ ઉતર થઈ રહ્યા છે. છેલ્લા રેટિંગ્સ પ્રમાણે ધ કપિલ શર્મા શૉ ટોપ 5 શોઝમાં પણ નથી. પાછલા મહિને પુલવામા ટેરર એટેક સમયે નવજોત સિંહ સિદ્ધુના નિવેદનના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે શૉના રેટિંગ ઘટ્યા હતા.

the kapil sharma show kapil sharma television news