કપિલ શર્મા પત્નીની ડિલીવરી માટે કરે છે પ્લાનિંગ,શેડ્યૂલ પર આપ્યું ધ્યાન

07 October, 2019 09:04 PM IST  |  મુંબઈ ડેસ્ક

કપિલ શર્મા પત્નીની ડિલીવરી માટે કરે છે પ્લાનિંગ,શેડ્યૂલ પર આપ્યું ધ્યાન

કપિલ શર્મા પત્ની ગિન્ની ચતરથ સાથે

ધ કપિલ શર્મા શૉની ટીઆરપી સારી જઈ રહી છે. પણ તે સિવાય પણ કપિલ શર્મા પાસે ખુશ થવાના અનેક કારણો છે. કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. એટલે કે કપિલ શર્મા ટૂંક સમયમાં જ પિતા બનવાનો છે. કપિલ શર્મા આ બાબતે ખૂબ જ એક્સાઇટેડ છે અને તેને લઈને ઘણી તૈયારીઓ કરી રહ્યો છે. ગિન્નીની ડ્યૂ ડેટ ડિસેમ્બપના મિડમાં છે. મુંબઇ મિરરની રિપોર્ટ્સ પ્રમાણે, કપિલ શર્મા અત્યારથી શૉ ધ કપિલ શર્મા શૉના શૂટિંગ શેડ્યૂલનું પ્લાનિંગ કરી રહ્યો છે જેથી તે પત્ની ગિન્ની સાથે તેની ડિલીવરી સમયે ટાઇમ સ્પેન્ડ કરી શકે.

પહેલાથી જ લઈ લેશે સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ
રિપોર્ટ પ્રમાણે કપિલ આ હિસાબે સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂ લઈ લેશે જેનાથી કામ પણ થઈ જાય અને તે પોતાના પરિવાર અને થનારા બેબી સાથે ટાઇમ સ્પેન્ડ કરી શકે. કપિલ હાઉસફુલ 4ની કાસ્ટ, સાંડ કી આંખની કાસ્ટ અને મેડ ઇન ચાઇનાની કાસ્ટ સાથે પોતાનું શેડ્યૂલ પ્લાન કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે તે થનારા બેબી માટે શું તૈયારી કરે છે તો કપિલે કહ્યું હતું કે, હું શું તૈયારી કરું, મને કોઇ જ આઇડિયા નથી આ બાબતે, પણ મારો આખો પરિવાર આ માટે ઉત્સાહિત છે.

બેબીમૂન મનાવવા ગયા હતા કેનેડા
કપિલ પત્ની ગિન્નીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કેટલાક દિવસ પહેલા તે ગિન્નીને બેબીમૂન માટે કેનેડા પણ લઈ ગયો હતો. કપિલ શર્મા ગિન્ની સીથે વધુમાં વધુ સમય પસાર કરે છે. કપિલનું કહેવું છે કે છોકરો થાય કે છોકરી, અમે બધાં ઇચ્છીએ છીએ કે બેબી સ્વસ્થ થાય. અત્યારે અમે છોકરા કે છોકરી પ્રમાણે કોઇપણ વસ્તુની ખરીદી કરતાં નથી, પણ અમે નોર્મલ વસ્તુઓ જ ખરીદીએ છીએ જે બન્નેના કામ આવી શકે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

જણાવીએ કે કપિલે ગિન્ની સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. કપિલની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો તેનો શૉ ધ કપિલ શર્મા શૉની ટીઆરપી સારી જઈ રહી છે. શૉ ટીઆરપી લિસ્ટમાં ટૉપ 10માં જળવાયેલ છે.

kapil sharma the kapil sharma show