22 March, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામ્યા પંજાબી
કામ્યા પંજાબી વેરવુલ્ફનું પાત્ર ભજવવાને લઈને ખૂબ ઉત્સાહી છે. તે હવે ‘તેરે ઇશ્ક મેં ઘાયલ’માં નંદિનીનું પાત્ર ભજવવાની છે. આ વિશે વાત કરતાં કામ્યા પંજાબીએ કહ્યું કે ‘હું પહેલી વાર વેરવુલ્ફનું પાત્ર ભજવી રહી છું. આવું પાત્ર પહેલી વાર ભજવી રહી છું જેનું નામ છે નંદિની. આ એક ફૅન્ટસી જોનરનો શો છે અને એક ઍક્ટર તરીકે હું ખૂબ ઉત્સાહી છું. આ પાત્ર માટે હું જી-જાન લગાવી દઈશ. આ શોને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો છે અને હું આશા રાખી રહી છું કે એની વધુ સફળતામાં હું મારું યોગદાન આપીશ.’
કરણ કુન્દ્રા, ગસમીર મહાજની અને રીમ શેખ સાથે કામ કરવા વિશે કામ્યા પંજાબીએ કહ્યું કે ‘આ ટૅલન્ટેડ ઍક્ટર્સ અને ટીમ સાથે કામ કરવું ખૂબ અદ્ભુત હશે. હું કરણ, ગસમીર, રીમ અને અન્ય સાથે કામ કરવા આતુર છું.’