midday

હર હર મહાદેવ

21 May, 2021 12:31 PM IST  |  Mumbai | Rashmin Shah

‘પંડ્યા સ્ટોર’ના ૧૦૦ એપિસોડ પૂરા થતાં ક્રૂએ મહાદેવના નામના નારા શું કામ લગાડ્યા એ જાણવા જેવું છે
હર હર મહાદેવ

હર હર મહાદેવ

સ્ટાર પ્લસના ગુજરાતી પંડ્યા પરિવારને દેખાડતા શો ‘પંડ્યા સ્ટોર’એ ગઈ કાલે ૧૦૦ એપિસોડ પૂરા કર્યા, જેના મનમાં આખા ક્રૂએ કાલે શૂટ શરૂ કરતાં પહેલાં અને શૂટ પૂરું થયા પછી ત્રણ વાર હર હર મહાદેવના નારા લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ નારા લગાડવા પાછળનું કારણ એવું નથી કે પ્રોડ્યુસર કે લીડ સ્ટાર મહાદેવના ભક્ત હોય. મહાદેવ પ્રત્યે તેમને પારાવાર આસ્થા છે, પણ મુખ્ય કારણ એ કે આખો શો સોમનાથના બૅકડ્રૉપ પર છે. સોમનાથમાં જ ‘પંડ્યા સ્ટોર’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને પંડ્યા ફૅમિલી સોમનાથમાં જ રહે છે એવું દર્શાવ્યું છે. શોની લીડ ઍક્ટ્રેસ ધરા એટલે કે શાઇની દોશીએ કહ્યું કે ‘કોવિડના સમયમાં જ સિરિયલ શરૂ કરી અને કોવિડ પિરિયડમાં જ અમે ૧૦૦ એપિસોડ પૂરા કર્યા. અનેક ચડાવ-ઉતાર આવ્યા છે, પણ અમે ઑડિયન્સનું દિલ ખુશ કરી શક્યા એ વાતની અમને ખુશી છે અને આગળ પણ ચૅલેન્જ સામે લડતાં અમે આગળ વધતા રહીશું.’

Whatsapp-channel
television news entertainment news Rashmin Shah