સાત વર્ષ બાદ ટેલિવિઝનમાં પાછા ફરવાથી એક્સાઇટેડ છે ઈરા

03 March, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈરા સોની સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં દેખાવાની છે

ઈરા સોની

ઈરા સોની સાત વર્ષ બાદ ટેલિવિઝન સિરિયલ ‘કુંડલી ભાગ્ય’માં દેખાવાની છે અને પોતાની એન્ટ્રીને લઈને તે ખૂબ એક્સાઇટેડ પણ છે. ઝી ટીવી પર આ શો દરરોજ રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. શોમાં અર્જુન સૂર્યવંશીના રોલમાં શક્તિ અરોરા દેખાય છે અને પ્રીતાની ભૂમિકામાં શ્રદ્ધા આર્ય દેખાઈ રહી છે. તો નિધિ હિન્દુજાના રોલમાં ઈરા દેખાવાની છે. હાલના એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે અર્જુન અને પ્રીતાનાં લગ્ન થાય છે. જોકે હવે આ સિરિયલમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે, કેમ કે હવે ઈરાની એન્ટ્રી થવાની છે જે અર્જુનની એક્સ મંગેતર હોય છે. શોમાં પોતાની એન્ટ્રીને લઈને ઈરાએ કહ્યું કે ‘ભારતીય ટેલિવિઝન પર ‘કુંડલી ભાગ્ય’ સૌથી વધુ પૉપ્યુલર શોમાંનો એક છે અને આ શોમાં સામેલ થવું એ મારા માટે ખૂબ સન્માનની વાત છે. હું નિધિના રોલમાં દેખાવાની છું, જે પૉઝિટિવ અને કાળજી કરનારી યુવતી છે. તે અર્જુનને ખૂબ પ્રેમ કરે છે અને જેમાં તેની ભલાઈ હોય એ જ કામ નિધિ કરે છે. આ એક ચૅલેન્જિંગ રોલ છે અને આશા છે કે દર્શકો ફરીથી મને ફ્રેશ અને નવા અવતાર પર સ્ક્રીન પર જોઈને એન્જૉય કરશે.’

entertainment news indian television television news ekta kapoor