03 April, 2023 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિજેતા ઋષિ સિંહ
ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ સિંગિંગ રિયાલિટી શૉ `ઈન્ડિયન આઈડલ 13` (Indian Idol 13 winner) ને પોતાનો વિનર મળી ગયો છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)ના ઋષિ સિંહ (Rishi Singh)એ આ સીઝનની ટ્રૉફી પોતાને નામ કરી છે. ઋષિ સિંહ(Rishi Singh)એ ગુજરાતના શિવમ શાહ, જમ્મુના ચિરાગ કોતવાલ અને બંગાળના બિદિપ્તા ચક્રવર્તી, દેબસ્મિતા રૉય અને સોનાક્ષીને હરાવીને આ સિદ્ધિ હાંસિલ કરી છે. ઋષિ સિંહના ફેન્સ માત્ર ઈન્ડિયન આઈડલના દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી પણ છે. દર્શકોને ઋષિ સિંહના અવાજમાં અરિજીત સિંહના અવાજનો અનુભવ થાય છે.
ઈન્ડિયન આઈડલ 13ના વિનરને શું શું મળ્યુ?
રામ નગરી અયોધ્યાના ઋષિ સંહ(Rishi Singh)ને ઈન્ડિયન આઈડલ 13 (Indian Idol 13 winner) ની ટ્રૉફી સાથે 25 લાખ રૂપિયાનો ચેક અને એક કાર પણ મળી છે. `ઈન્ડિયન આઈડલ 13` જીતનાર ઋષિ સિંહ પોતાના માતા-પિતાની ભગવાનની જેમ પૂજા કરે છે. વાસ્તવમાં ,ઋષિ સંહે કહ્યું હતું તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે. ઋષિ સિંહની ફેન્સ ફોલોઈંગ પણ જબરદસ્ત છે, આનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે વિરાટ કોહલીને પણ તે ખુબ જ પસંદ છે અને તે જે 255 લોકોને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે, તેમાંના એક ઋષિ સિંહ પણ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાથી આવેલા ઋષિ સંહ સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતા, ત્યારે જ અટકળો વહેતી થઈ હતી કે તે ટ્રૉફી જીતવાના છે.
આ પણ વાંચો: ‘ઇન્ડિયન આઇડલ 13’માં રણબીર કેમ થયો ઇમોશનલ?
માધુરી દીક્ષિત, કુમાર સાનુ, અબ્બાસ-મસ્તાન જેવા સ્ટાર્સને પણ ઋષિ સિંહનું ગાયન ગમે છે, જે `ઈન્ડિયન આઈડલ 13`ના ઓડિશન રાઉન્ડથી બધા જજના ફેવરિટ બની ગયા છે અને તેઓએ સોશિયલ મીડિયા પર વખાણ પણ કર્યા છે. `ઈન્ડિયન આઈડલ 13`ના વિજેતા ઋષિ સિંહ છે, જ્યારે દેબાસ્મિતા રોય અને ચિરાગ કોટવાલ પ્રથમ અને બીજા રનર્સ અપ હતા.