06 January, 2023 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રીઝરના દૃશ્યમાં આઇસ સ્મોકને લઈને મુશ્કેલી પડી હતી માનવ ગોહિલને
માનવ ગોહિલનું કહેવું છે કે ‘મૈં હૂં અપરાજિતા’ના એક દૃશ્ય માટે તેણે ફ્રીઝર સાથે શૂટિંગ કરવાનું હતું. આ માટે તેને ઘણી મુશ્કેલી પડી હતી. આ દૃશ્ય માટે ડ્રાઇ આઇસ અને લુહાન સ્મોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં માનવ ગોહિલે કહ્યું કે ‘મારી ‘મૈં હૂં અપરાજિતા’નું આગામી દૃશ્ય લોકોને ખૂબ જ એન્ટરટેઇન કરશે. મને જ્યારે આ દૃશ્ય વિશે કહેવામાં આવ્યું ત્યારે હું થોડો ચિંતિત થઈ ગયો હતો, કારણ કે મારે કૉમ્પૅક્ટ ડીપ ફ્રીઝર ટ્રકમાં એનું શૂટિંગ કરવાનું હતું. આ સાથે જ ડ્રાય સ્મોકની પણ જરૂર પડી હતી. આથી આટલી જગ્યામાં શૂટ કરવું મારા માટે મુશ્કેલ હતું. જોકે આ હટકે શૂટ કરવામાં મજા આવી હતી. પાંચ કલાકમાં મેં શૂટિંગ પૂરું કર્યું હતું.’