13 February, 2023 03:50 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
આમિર અલી
આમિર અલીએ કહ્યું છે કે ડાન્સ રિયલિટી શોમાં તેને ઇન્જરી થતાં તેણે હંમેશાં માટે સ્પોર્ટ્સને બાય-બાય કહેવું પડ્યું હતું. તેણે દુબઈમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં હાજરી આપી હતી. આ વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘મને સ્પોર્ટ્સ ખૂબ જ પસંદ છે. મને લાગે છે કે હું ઍક્ટર ન બન્યો હોત તો ઍથ્લીટ હોત. હું મારી સ્કૂલ માટે ફુટબૉલ અને ક્રિકેટ રમ્યો હતો. મારા ડાન્સ રિયલિટી શો દરમ્યાન મને ઇન્જરી થઈ હતી. એને કારણે હું મોટા ભાગની સ્પોર્ટ્સ નથી રમી શકતો, પરંતુ હું હજી બૅડ્મિન્ટન રમી શકું છું. જોકે મારી ફેવરિટ સ્પોર્ટ તો ક્રિકેટ હતી.’