ફૂડ-પૉઇઝનિંગ થયું હોવા છતાં પણ મેં સતત શૂટિંગ કર્યું હતું : ખુશી દુબે

19 April, 2023 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

ખુશી દુબે

ખુશી દુબેને ફૂડ-પૉઇઝનિંગ થયું હતું અને છતાં તેણે ‘આશિકાના 3’નું શૂટિંગ સતત ચાલુ રાખ્યું હતું. આ સિરીઝમાં તે ચિક્કીનો રોલ કરી રહી છે. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. ખુશીની તબિયત બગડતાં ડૉક્ટરને સેટ પર બોલાવવામાં આવ્યા હતા અને તેમણે દવા આપી ત્યાર બાદ તે કામ કરી શકી. પોતાની બગડેલી હાલત વિશે ખુશી દુબેએ કહ્યું કે ‘મને ફૂડ- પૉઇઝનિંગ થયું હતું અને મારી તબિયત પણ ખરાબ થઈ રહી હતી. હું આખો દિવસ ડીહાઇડ્રેટેડ, અનઈઝી ફીલ કરતી હતી અને મને ઊબકા આવતા હતા. હું કાંઈ જમી નહોતી શકી અને આખો દિવસ જમ્યા વગર હતી. આ બધા છતાં પણ મારે એક ચૅલેન્જિંગ સીક્વન્સનું શૂટિંગ કરવાનું હતું કે જેમાં ચિક્કી મેન્ટલ અસાઇલમથી બહાર આવે છે. મારે ચીસો પાડવાની હતી અને મારી પીડા દેખાડવાની હતી. સાથે જ પાગલપંતીને મારી બૉડી-લૅન્ગ્વેજ દ્વારા દેખાડવાની હતી. ડૉક્ટરને સેટ પર બોલાવવામાં આવ્યા હતા. તેમણે મને દવાઓ આપી જેથી હું શૂટિંગ કરી શકું. શોના હેક્ટિક અને ટાઇટ શેડ્યુલ છતાં પણ મને શોનાં ક્રીએટર ગુલ મૅમે આરામ કરવાની સલાહ આપી હતી.’

entertainment news television news indian television hotstar