28 January, 2022 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૂમા કુરેશી
હુમા કુરેશી સાઇકોલૉજિકલ થ્રિલર વેબ-સિરીઝ ‘મિથ્યા’માં જોવા મળવાની છે. આ સિરીઝ દ્વારા ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાણી ઍક્ટિંગમાં એન્ટ્રી કરી રહી છે. આ સિરીઝ ૨૦૧૯માં આવેલી ‘ચીટ’નું અડૅપ્ટેશન છે. ‘મિથ્યા’ને રોહન સિપ્પીએ ડિરેક્ટ કરી છે જે Zee5 પર રિલીઝ થવાની છે. આ શોની સ્ટોરી દાર્જીલિંગની હિન્દી લિટરેચર પ્રોફેસર જુહીના જીવનને દેખાડશે. એ પાત્ર હુમાએ ભજવ્યું છે. તો તેની સ્ટુડન્ટ રિયાનો રોલ અવંતિકા ભજવી રહી છે. જુહી અને રિયા વચ્ચે ક્લાસરૂમમાં બોલાચાલી થાય છે. એ વિવાદ હદ પાર કરી દે છે. તેમની લડાઈનાં ચોંકાવનારાં પરિણામ જોવા મળે છે. શોનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હુમાએ કૅપ્શન આપી હતી ‘સમય આવી ગયો છે કે અફવાઓને બંધ કરવામાં આવે. તમામ ધૂતારાઓ અને જુઠ્ઠા લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ખોટી દુનિયાને અમે ‘મિથ્યા’માં દેખાડીશું. Zee5 પર જલદી જ જોવા મળશે.’