31 December, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેન તેજવાણી
‘બડે અચ્છે લગતે હૈં 2’માં નકુલ મેહતાની એક્ઝિટ થઈ છે અને હિતેન તેજવાણીની એન્ટ્રી થઈ છે. જોકે હિતેન હવે નકુલની જગ્યા નથી લઈ રહ્યો. આ શોમાં નકુલ રામનું પાત્ર ભજવતો હતો. તેના ભાઈ લખનના પાત્રમાં હવે હિતેનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ વિશે વાત કરતાં હિતેને કહ્યું કે ‘રામનો નાનો ભાઈ છે લખન. તેની એન્ટ્રીથી સ્ટોરી કેવી રીતે આગળ વધે છે એ તો શો જેમ-જેમ આગળ વધશે એમ જ ખબર પડશે. જોકે હું એટલું જરૂર કહી શકું છું કે આ પાત્ર મહત્ત્વનું છે અને સ્ટોરીલાઇન માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તેનું બૅકગ્રાઉન્ડ જે છે એના પર સ્ટોરી નિર્ભર રહેશે.
ટીવીના આઇકૉનિક પાત્ર રામનું પાત્ર ભજવવું સહેલું નહીં હોય એની મને જાણ છે. જોકે એ ભજવવું પણ એક ચૅલેન્જ રહેશે. આ શોના લોયલ
ફૅન્સના દિલમાં મારી જગ્યા બનાવવી પણ એક ચૅલેન્જ છે. ફરી એક વાર મારી ડિયર ફ્રેન્ડ એકતા સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું. આ શોમાં મને પસંદ કરવા માટે હું તેનો આભાર માનું છું.’