29 September, 2024 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન અને મહિમા ચૌધરી
ઍક્ટ્રેસ હિના ખાન અત્યારે કૅન્સર સામે ઝઝૂમી રહી છે. બ્રેસ્ટ-કૅન્સરથી પીડિત હિના ઘણા સમયથી સારવાર લઈ રહી છે, પણ તેને જ્યારે કૅન્સરનું નિદાન થયું ત્યારે તેનો પહેલો વિચાર ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાનો હતો. પોતાને કૅન્સર છે એની જ્યારે ખબર પડી ત્યારે હિનાએ પહેલો ફોન મહિમા ચૌધરીને કર્યો હતો. મહિમા પોતે કૅન્સર-સર્વાઇવર છે અને એક પાર્ટીમાં બન્ને મળ્યાં એ પછી એકમેકના સંપર્કમાં હતાં.
હિનાએ મહિમાને ફોન કર્યો ત્યારે તેને પોતાના કૅન્સર વિશે જણાવીને કહ્યું હતું કે મેં બધું બુકિંગ કરાવી લીધું છે અને હું સારવાર માટે અમેરિકા જઈ રહી છું. આ સાંભળીને મહિમાએ હિનાને અમેરિકા ન જવા માટે સમજાવી હતી અને ભારતમાં જ સારવાર લેવાનું કહ્યું હતું. કૅન્સરની સારવાર વિશ્વભરમાં સરખી જ છે એમ જણાવતાં મહિમાએ હિનાને કહ્યું હતું કે અમેરિકામાં પણ તારી ટ્રીટમેન્ટ ભારતીય ડૉક્ટરો જ કરશે.