10 January, 2022 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન
હિના ખાનના પરિવારમાં બધાને કોવિડ થયો છે. માત્ર તે બચી રહી છે. તે ઘરના દરેક સદસ્યનું ખડે પગે ધ્યાન રાખી રહી છે અને સતત માસ્ક પહેરી રહી છે. એના કારણે તેના ચહેરા પર લાલ નિશાન પડી ગયાં છે. જોકે ગયા વર્ષે હિનાને પણ કોરોના થયો હતો. પોતાનો સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિનાએ કૅપ્શન આપી હતી, ‘કડવી વાસ્તવિકતા. વર્તમાનમાં લાઇફ અને ઇન્સ્ટા બન્ને પર સારા ફોટો અને વિડિયો ફરી રહ્યા છે. ૨૦૨૦ કરતાં ૨૦૨૨માં તકલીફ બમણી થઈ ગઈ છે. પરિવારમાં જ્યારે બધા કોવિડ પૉઝિટિવ હોય અને તમે જ ઘરમાં માત્ર નેગેટિવ હો તો તમારે ૨૪ કલાક માસ્ક પહેરવો પડે અને સૅનિટાઇઝ કરવું પડે છે, ઘરના લોકોની દેખભાળ રાખવી પડે છે. માસ્ક પહેરી રાખવાને કારણે એનાં નિશાન પડી જાય છે. મને પણ એવાં નિશાન આવી ગયાં છે. જોકે એવું કહેવાય છે કે જીવનમાં જ્યારે અડચણ આવે છે ત્યારે નિન્જા વૉરિયર બનો અથવા એનો પ્રયાસ કરો. આ પોસ્ટ કરવાનો અર્થ જ એ છે કે પ્રયાસ કરવો જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને કોરોના સામે લડત આપીએ. યોદ્ધાની જેમ દાગ અને યુદ્ધના જખ્મ છે. આ સંકટની ઘડી પણ પસાર થઈ જશે. યાદ રાખો જીવન જ્યારે તમને લીંબુ આપે તો એનું લીંબુ શરબત બનાવી નાખો.’