03 June, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યેશા રૂઘાણી
સુપરહીરોની વાત કરતી સિરિયલ ‘હીરો-ગાયબ મોડ ઑન’માં અભિષેક નિગમ સાથે જોવા મળતી ઝારા એટલે કે યેશા રૂઘાણી અત્યારે ટીવી સિરિયલમાં દેખાતી બ્યુટિફુલ ટીનેજર્સમાં ટૉપ પર છે પણ યેશા એનો બધો જશ પોતાની બહેનને આપે છે. યેશા કહે છે, ‘બ્યુટિફુલ દેખાવા માટે મેકઅપ જ નહીં પણ એનો કેટલો ઉપયોગ કરવો અને કેવો ઉપયોગ કરવો એની ખબર હોવી જોઈએ. મને આ બાબતમાં ટિપ્સ મારી સિસ્ટર પાસેથી મળે છે અને હું એનો પૂરો ઉપયોગ કરું છું.’
યેશા કહે છે કે ફૅશન અને બ્યુટી બન્ને સાથે ચાલે. જો તમે બ્યુટીની વાત કરો તો તમારે ફૅશન ફૉલો કરવી જ પડે. યેશા કહે છે, ‘ફૅશન એ જ લાંબો સમય ચાલે જે કમ્ફર્ટ આપતી હોય અને મેકઅપ પણ એ જ સારો લાગે જે ઑક્વર્ડ ફીલ ન આપતો હોય. વિન્ટેજ ફૅશન અને એ પ્રકારનો મેકઅપ તમે કાયમ ન વાપરી શકો. હું કહીશ કે સીઝન મુજબનો જ મેકઅપ હોવો જોઈએ જેથી તમને હેરાનગતિ ઓછી થાય. એવી જ રીતે ફૅશનનું પણ છે, ફૅશન તમારું કૅરૅક્ટર એસ્ટાબ્લિશ કરે એટલે એવી જ ફૅશન કરવી જોઈએ જે તમારી પસર્નાલિટીને સાચી રીતે બહાર દેખાડતી હોય. હું અલ્ટ્રામૉડર્ન નથી તો મારે અલ્ટ્રામૉડર્ન ફૅશન કરવાનું ટાળવું જોઈએ.’