15 March, 2023 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષદ અરોરા
હર્ષદ અરોરા હવે `ગુમ હૈ કિસીકે પ્યાર મેં’માં એન્ટ્રી કરી રહ્યો છે. સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં હવે હાઇ ઓક્ટેન ડ્રામા જોવા મળશે. આ શોમાં સઈની લાઇફમાં નવો વ્યક્તિ આવશે અને એ પાત્ર ધીરજ ધૂપર ભજવશે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ હવે આ પાત્ર હર્ષદ અરોરા ભજવી રહ્યો છે. આ શોમાં તે સત્યા અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે વાત કરતાં હર્ષદે કહ્યું કે ‘હું આ શોમાં સત્યાનું પાત્ર ભજવી રહ્યો છું. મેં અગાઉ ભજવેલા પાત્ર કરતાં આ એકદમ અલગ અને યુનિક છે. આશા છે કે દર્શકો શોને જેટલો પ્રેમ આપી રહ્યા છે એટલો જ મારા પાત્રને પણ આપશે.’