ગુરુચરણ સિંહના લાપતા થયાની તપાસમાં પોલીસને મળી આ ચોંકાવનારી માહિતી

10 May, 2024 04:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Gurucharan Singh Missing: અભિનેતા ગુરુચરણ સિંહના અચાનકથી લાપતા થઈ જતાં તેમના પરિવાર ખૂબ ચિંતિત છે.

ગુરુચરણ સિંહની ફાઇલ તસવીર

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનું (Gurucharan Singh Missing) પાત્ર ભજવીને પ્રસિદ્ધ થયેલા અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. અભિનેતા ગુરુચરણ સિંહના અચાનકથી લાપતા થઈ જતાં તેમના પરિવાર ખૂબ ચિંતિત છે. આ મામલે પોલીસ પણ છેલ્લા અનેક સમયથી ગુરુચરણ સિંહની શોધ કરી રહી છે, પણ તેમના બાબતે કોઈપણ માહિતી સામે આવી નથી. જોકે હાલમાં ગુમ થયેલા અભિનેતા ગુરુચરણ સિંહ બાબતે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા એક સમયથી ગાયબ છે, જેથી તેમના પરિવારે તેમને શોધવા માટે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ગુરુચરણ સિંહ લાપતા થયાના કેસની તપાસ દરમિયાન પોલીસને તેમના વિશે એક મોટી અને મહત્ત્વની માહિતી મળી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ગુરુચરણ સિંહના નામે દસ કરતાં વધુ બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી મળી હતી. તેમ જ તેમની પાસે એક કરતાં વધુ ઈ-મેલ એકાઉન્ટ પણ હતા.

ગુરુચરણ સિંહના નજીકના લોકો અને તેમના ડિજિટલ પ્રોફાઇલ વિશે તપાસ બાદ પોલીસને જાણવા મળી હતું કે અભિનેતાનું ધર્મ પ્રત્યેનું આકર્ષણ વધી ગયું હતું. તેમ જ ગુરુચરણ સિંહે તેમના એક ખાસ મિત્રને પહાડો પર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ સાથે ગુરુચરણ સિંહની (Gurucharan Singh Missing) છેલ્લા સીસીટીવી ફૂટેજ પણ પોલીસની મળી હતી જેમ તેઓ એક ઈ-રિક્ષા ગયા બાદ ચાલતા દેખાઈ રહ્યા છે.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીની તપાસમાં ગુરુચરણ સિંહ કેમ લાપતા થઈ ગયા અને તેઓ ક્યાં છે તે બાબતે કોઈ પુરાવા મળ્યા નથી. ગુરુચરણ સિંહ 22મી એપ્રિલે મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા અને મુંબઈ (Gurucharan Singh Missing) પહોંચ્યા બાદ જે વ્યક્તિ તેમને એરપોર્ટ પર લેવા આવવાનો હતો તેને પણ ગુરુચરણ સિંહે ગેરમાર્ગે દોર્યો હતો. તેમ જ છેલ્લે ઘરેથી જતી વખતે ગુરુચરણે એટીએમમાંથી 14 હજાર રૂપિયા કાઢ્યા હતા અને તે બાદ તેઓ ક્યાં ગયા તે બાબતે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

આ મામલે હવે પોલીસ પોલીસ દરેક એંગલથી તપાસ કરવાનું શરૂ કર્યું છે. ગુરુચરણ સિંહ ગુમ થયા હોવાની માહિતી 26 એપ્રિલે સામે આવી હતી. અભિનેતાના પિતાએ તેમના પુત્ર ગુમ થયા અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને તે પછી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એક અહેવાલ મુજબ ગુરુચરણ સિંહ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં જ હતા અને તે પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો.

ગુરુચરણ સિંહે જલદી જ લગ્ન કરવાના હતા પણ તેમની સામે કોઈ મોટું આર્થિક સંકટ આવ્યું હતું, એવી પણ કહેવામા આવી રહ્યું છે. અભિનેતાના (Gurucharan Singh Missing) આ રીતે ગાયબ થઈ જવાથી તેમના પરિવાર સાથે ચાહકો પણ ચિંતિત છે અને તેઓ જલદી ઘરે પાછા આવી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

taarak mehta ka ooltah chashmah tv show television news indian television sab tv entertainment news delhi news new delhi