14 June, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરીનું કહેવું છે કે તે જ્યારે ઇમોશનલી વીક હોય અથવા તો તેને મોટિવેશનની જરૂર હોય ત્યારે તે શાહરુખ ખાનના ઘર ‘મન્નત’ની આસપાસ આંટાફેરા મારે છે. તે હવે મહારાણા પ્રતાપની પિરિયડ સિરીઝ ‘મહારાણા’માં ટાઇટલ રોલ ભજવી રહ્યો છે. તેનાં સપનાં પૂરાં કરવાની પ્રેરણા તેને શાહરુખ ખાન પાસેથી મળી હતી. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું કે ‘મારો ફેવરિટ ઍક્ટર શાહરુખ ખાન છે. તેમની જે ઑરા છે એનાથી ઘણા લોકોને પ્રેરણા મળે છે. ઘણા લોકોને ખબર હશે કે આજે પણ હું જ્યારે ઇમોશનલી વીક હોઉં અથવા તો મને મોટિવેશનની જરૂર હોય ત્યારે હું તેમના બંગલોની આસપાસ ડ્રાઇવ કરું છું. હું તેમને કોઈ દિવસ નહીં મળી શકું એ શક્ય છે, પરંતુ તેમના બંગલો કે તેમની ઑરાની આસપાસ રહેવાથી મને ઘણી તાકાત મળે છે. તેમણે જે કામ કર્યું છે અને તેમની જે જર્ની રહી છે એ તેમના ડેડિકેશનને કારણે છે. તમે જો તેમનો ઇન્ટરવ્યુ સાંભળ્યો તો તમે એમાંથી ઘણું શીખી શકો છો. ઍક્ટિંગ જ નહીં, પરંતુ તમને તેમની પાસેથી લાઇફ લેસન પણ મળી શકશે.’