05 June, 2024 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરમાન હૈદર અને જુહી સિંહ બાજવા
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની સમૃદ્ધિ શુક્લાને કારણે ફરમાન હૈદર અને જુહી સિંહ બાજવાનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. સમૃદ્ધિ અને ફરમાને ‘સાવી કી સવારી’માં સાથે કામ કર્યું હતું. ફરમાનની એક્સ-ગર્લફ્રેન્ડ જુહીએ આરોપ મૂક્યો છે કે તેના બ્રેકઅપ માટે સમૃદ્ધિ જવાબદાર છે. પાંચ વર્ષના રિલેશનશિપ બાદ તેમનું બ્રેકઅપ થયું હતું. આ વિશે વાત કરતાં ફરમાને કહ્યું કે ‘અમારા બ્રેકઅપ માટે સમૃદ્ધિ શુક્લા જવાબદાર હોય એવો સવાલ પૂછવામાં આવી રહ્યો હોય તો એ માટે હું ના પાડીશ. મારું માનવું છે કે કોઈ પણ રિલેશનશિપમાં ત્રીજી વ્યક્તિ નથી આવી શકતી. દરેક સ્ટોરીની બે બાજુ હોય છે, એક તેની અને એક મારી. મારે મારી પર્સનલ લાઇફ વિશે વાત નથી કરવી. જુહી ખૂબ સારી વ્યક્તિ છે. બે વ્યક્તિ તેમની મરજીથી સાથે આવે છે. જો તેમને લાગે કે લાઇફ સાથે નહીં પસાર કરી શકાય તો તેઓ અલગ થઈ જાય છે.’