Falguni Pathak: ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું નવરાત્રી સ્પેશિયલ `વાસલડી` ગીત રિલીઝ

14 September, 2022 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતાનું નવું ગીત `વાસલડી` રિલીઝ કરી ચૂક્યાં છે. આ વર્ષે ગરબા અને દાંડિયાનો પ્લાન હોય તો આ ગીત મિસ કરવા જેવું નથી.

ફાલ્ગુની પાઠક

નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પોતાનું નવું ગીત `વાસલડી` રિલીઝ કરી ચૂક્યાં છે. આ વર્ષે ગરબા અને દાંડિયાનો પ્લાન હોય તો આ ગીત મિસ કરવા જેવું નથી.

ફાલ્ગુનીએ આ ગીતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર કર્યો શૅર
આખો દેશ આતુરતાથી નવરાત્રીની રાહ જોતો હોય છે. ખાસ તો ગરબા અને દાંડિયા પ્રેમીઓ માટે આ એક એવી તક છે જેમાં 10 દિવસ સુધી કલાકો સુધી ગરબાનો ભરપૂર આનંદ માણવામાં આવે છે. ફાલ્ગુની પાઠકના ગીત સાંભળીને ગરબા અને દાંડિયા પ્રેમીઓ પોતાનો કાબૂ ગુમાવીને પણ જબરજસ્ત ગરબા રમવા માંડી જાય છે. ફાલ્ગુનીએ આ ગીતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે, જે ચાહકોને પણ ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

ગીત વિશે વાત કરતા ફાલ્ગુની પાઠક કહે છે કે, "હું મારા ચાહકોના પ્રેમ માટે મ્યુઝિક બનાવું છું અને આ નવરાત્રીમાં વાસલડી તેમને માટે મારી તરફથી એક ભેટ છે. મને આશા છે કે ગરબામાં તેઓ આ ગીત લૂપમાં વગાડશે અને આ ગીતને પોતાનો પ્રેમ પણ વરસાવશે."

`ફાલ્ગુની પાઠકના ગીત વગર નવરાત્રી અધૂરી`
વિનોદ ભાનુશાલી જણાવે છે કે, "ફાલ્ગુની પાઠકના ગીત વગર નવરાત્રી અધૂરી છે. તેમના ગીત આજે પણ આપણને યાદ છે અને એક મ્યૂઝિક લેબલ તરીકે અમે ચાહકોને ગરબા રમવા માટે એક નવું ગીત આપવાનો પ્રયત્ન કર્યો છે. વાસલડી તેમના સંગીતના સારને દર્શાવે છે, તેમની સિગ્નેચર સ્ટાઈલ સાથે પોતીકાંપણાંની ભાવના લાવે છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ તહેવારની સીઝનમાં આ તમારું મનગમતું ગીત બનશે."

આ ગીત બનાવવા માટે છે અનેક લોકોની મહેનત
વિનોદ ભાનુશાલી દ્વારા નિર્મિત આ ગીત માટે ફાલ્ગુનીએ શૈલ હાંડા સાથે ટીમ અપ કર્યું છે. શૈલે આ ગીત કમ્પૉઝ કર્યું છે અને ફાલ્ગુની સાથે મળીને ગાયું છે અને શબ્દો ભોજક અશોક અંજામે લખ્યા છે. આ કલરફુલ, વાઇબ્રેન્ટ અને એનર્જેટિક ગરબા વીડિયોને જિગર સોની અને સુહરાદ સોની દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે, જે વીડિયોમાં પણ દેખાય છે, જ્યારે વીડિયો સંજય લોંધે દ્વારા નિર્દેશિત છે.

falguni pathak entertainment news