midday

બિગ બૉસનો નવો હોસ્ટ પસંદ નથી શિલ્પા શિંદેને

11 July, 2024 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રીજી સીઝનને અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે
શિલ્પા શિંદે

શિલ્પા શિંદે

શિલ્પા શિંદેને ‘બિગ બૉસ OTT 3’ જોવાની મજા નથી આવી રહી. ‘બિગ બૉસ OTT’ને કરણ જોહરે હોસ્ટ કરી હતી અને બીજી સીઝનને સલમાને હોસ્ટ કરી હતી. આ ત્રીજી સીઝનને હવે અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે. જોકે શિલ્પાએ નામ લેવા કરતાં ઝકાસ અને ભાઈ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઝકાસ અનિલ કપૂરનો તકિયા કલામ છે તો સલમાનને ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ નવી સીઝન વિશે પૂછવામાં આવતાં શિલ્પા કહે છે, ‘હોસ્ટ નહીં હૈ તો મઝા નહીં હૈ. ઝકાસવાલોં કી અપની જગહ અલગ હૈ. બાકી ‘બિગ બૉસ’ બોલે તો ભાઈ-ભાઈ.’

Whatsapp-channel
shilpa shinde Bigg Boss anil kapoor JioCinema entertainment news indian television television news