કેસ જીત્યા બાદ પણ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી વિરુદ્ધ હડતાળ પર બેસવાની આપી ચીમકી

31 March, 2024 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (TMKOC)ના નિર્માતા ઘણા સમયથી ચર્ચામાં છે. આ શૉમાં અગાઉ મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસવાલે તેમની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો

જેનિફર મિસ્ત્રીની ફાઇલ તસવીર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ (TMKOC)ના નિર્માતા ઘણા સમયથી ચર્ચામાં છે. આ શૉમાં અગાઉ મિસિસ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસવાલે તેમની સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે રોજ નવા અપડેટ આવતા રહે છે. આ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે અને જેનિફર કેસ જીતી ગઈ છે.

હવે જેનિફર મિસ્ત્રી (Jeniffer Mistry)એ અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીત્યાના થોડા દિવસો બાદ ગયા શનિવારે મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અભિનેત્રીએ શૉના નિર્માતા પર નવો આરોપ લગાવ્યો છે. જેનિફરે (TMKOC) એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરતાં ઘણું બધું કહ્યું છે. આ સાથે તેણે અસિત મોદી વિરુદ્ધ હડતાળ પર બેસવાની પણ ચીમકી આપી છે.

જેનિફર મિસ્ત્રીએ વીડિયો શેર કર્યો

જેનિફર મિસ્ત્રી (TMKOC)એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કહી રહી છે કે તેણે લગભગ એક વર્ષ પહેલા અસિત મોદી વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે ચાર્જશીટ દાખલ કરવા માટે પોલીસને અલ્ટિમેટમ આપ્યું છે. જેનિફરે કાનૂની લડાઈમાં પોતાની જીતને ફગાવી દેવા બદલ સિટકોમના નિર્માતાઓની ટીકા કરી છે.

જેનિફરે કહ્યું કે, “નીલા ફિલ્મ્સની પ્રોડક્શન ટીમ માને છે કે જેનિફરે મોદી સામે કોઈ કેસ જીત્યો નથી. તેઓ કહે છે કે હું કોઈ ફાલતુ મહિલા જૂથ પાસે ગઈ હતી અને મારે કહેવું છે કે તમારા નિર્માતા, આટલા મહત્વપૂર્ણ, આટલા મોટા કામકાજ - બધું છોડીને બે વાર મહિલા જૂથને સાંભળવા કેમ ગયા. ગજબ છે.”

હડતાળ પર બેસવાની ચીમકી આપી

અભિનેત્રીએ આગળ કહ્યું કે, “હું તાજેતરમાં પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર અને હિરાનંદાની પોલીસ સ્ટેશનના એસીપીને મળી અને તેમણે કહ્યું કે મેં તેમને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તમે આ ચાર્ટશીટનું કામ ઝડપથી નહીં કરો તો મને પણ ખબર નથી કે હું કરીશ.  કદાચ જ્યારે દ્રૌપદી મુર્મુજી અહીં આવશે ત્યારે હું વિરોધ પ્રદર્શન કરીશ.”

TMKOC ફેમ જેનિફર મિસ્ત્રી જીતી કેસ, આસિત મોદીને લાખોનો દંડ પણ અભિનેત્રી નથી ખુશ

લોકપ્રિય ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શોમાં રોશન સોઢીનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે થોડા સમય પહેલા નિર્માતા અસિત કુમાર મોદી સામે માનસિક અને જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે આ કેસનો ચુકાદો આવ્યો છે અને જેનિફરની જીત થઈ છે.

જાતીય સતામણી કેસમાં જેનિફર મિસ્ત્રીની જીત

ઈ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, આ કેસમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીને દોષી ઠેરવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે તેને જેનિફર મિસ્ત્રીને બાકીની રકમ અને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે.

taarak mehta ka ooltah chashmah asit kumar modi television news indian television mumbai police entertainment news