18 March, 2021 03:44 PM IST | Mumbai | Pratik Ghogare
ખબર છે? મનમોહન તિવારી કવિતાઓ પણ લખે છે!
કૉમેડીમાં નવા આયામ મેળવતો જતો ડેઇલી સોપ ‘ભાભીજી ઘર પર હૈં!’ના મનમોહન તિવારી યાદ છેને? ગોરી મૅડમની પાછળ લટ્ટુ થઈને ફરતા મનમોહન તિવારીની એક બીજી પણ બાજુ છે જેને કોઈ નથી જાણતું. મનમોહન તિવારી એટલે કે રોહિતાશ્વ ગૌડ પોતે બહુ સારા કવિ છે અને પોતે કવિતાઓ લખે પણ છે. રોહિતાશ્વ કહે છે, ‘હિન્દી સાહિત્ય માટે મને હંમેશાં પ્રેમ રહ્યો છે. શરદ જોષી, હરિશંકર પરસાઈ અને પ્રેમચંદની અઢળક કવિતાઓ મને કંઠસ્થ છે અને એ કવિતાઓએ મને જીવનના સંઘર્ષમાં અઢળક મદદ કરી છે. કવિતાની સૌથી બેસ્ટ વાત કઈ હોય એ કહું તમને, કવિતા મનને શાંતિ આપે, મનમાંથી ઉદ્વેગ ભગાડે. હું તો દરેકેદરેકને કહીશ કે કવિતાઓ વાંચવાની આદત પાડવી જ જોઈએ.’
રોહિતાશ્વએ નવી કવિતા લખી હોય ત્યારે ‘ભાભીજી ઘર પર હૈં!’ની આખી ટીમ સાથે બેસીને તેની પાસે એ કવિતા સાંભળે પણ ખરી અને પછી વૉટ્સઍપ પર મગાવીને પોતપોતાના ગ્રુપમાં ફૉર્વર્ડ પણ કરે.