08 April, 2023 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિનો મોરિયા
ડિનો મોરિયાને રિયલિટી શો ‘બિગ બૉસ’ હોસ્ટ કરવો છે. તેણે ૧૯૯૯માં આવેલી ‘પ્યાર મેં કભી કભી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં ‘રાઝ’થી તેને ખરી ઓળખ મળી હતી. તેણે ‘ગુનાહ’, ‘પ્લાન’, ‘અકસર’, ‘હૉલિડે’, ‘હેલ્મેટ’,‘બાઝ : અ બર્ડ ઇન ડેન્જર’ અને ‘ઍસિડ ફૅક્ટરી’માં પણ કામ કર્યું હતું. સાથે જ ‘મેન્ટલહુડ’ અને ‘હૉસ્ટેજિસ’ જેવી વેબ-સિરીઝમાં પણ તે દેખાયો હતો. ‘બિગ બૉસ’ વિશે ડિનો મોરિયાએ કહ્યું કે ‘મને દર વર્ષે ‘બિગ બૉસ’ ઑફર કરવામાં આવે છે. જોકે મારી પાસે એમાં જવાનો સમય નથી. હું એકસાથે ત્રણ ફિલ્મોમાં બિઝી હતો. પહેલી વાત તો એ કે મારી પાસે ડેટ્સ પણ નહોતી. બીજી વાત એ કે ચાર મહિના સુધી હું પોતાની જાતને એક ઘરમાં લૉક રાખી શકીશ કે નહીં એની મને જાણ નથી. જો હું વીસ વર્ષનો હોત તો હું એ શો કરી શકત, પરંતુ મારી લાઇફમાં હું એ સ્ટેજ પર નથી કે મારી જાતને લૉક કરીને રાખી શકું. જો તમે મને સલમાન ખાનનો જૉબ આપો તો હું કરીશ. હું ‘બિગ બૉસ’નો શો રનર બની શકું છું અને એને ખૂબ સારી રીતે ભજવી શકું છું. જોકે સલમાન તો ઉત્કૃષ્ટ છે. હું તેમને પ્રેમ કરું છું.’