02 January, 2022 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહિત રૈનાએ અદિતિ સાથે લગ્ન કરી લીધાં છે
મોહિત રૈનાએ નવા વર્ષે સૌને ગુડ ન્યુઝ આપતાં અદિતિ સાથે લગ્ન કરી લીધાં છે. આ લગ્ન માત્ર નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં કરી લીધાં હતાં. તેણે લગ્નના ફોટો શૅર કર્યા છે. ફોટોમાં મોહિતે વાઇટ શેરવાની પહેરી છે અને અદિતિએ લહેંગો પહેર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મોહિત રૈનાએ કૅપ્શન આપી હતી, ‘પ્રેમ કોઈ બાધાને નથી ઓળખતો, એ તો તમામ અડચણોને મહાત આપીને મોટી છલાંગ મારે છે, દીવાલો કુદાવીને પોતાની મંજિલ સુધી અપેક્ષા સાથે પહોંચે છે. એ જ આશા અને માતા-પિતાના આશીર્વાદથી અમે બે નહીં, એક બન્યાં છીએ. આ નવા પડાવ પર તમારા પ્રેમ અને આશિષની જરૂર છે. - અદિતિ અને મોહિત.’