10 August, 2022 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજૂ શ્રીવાસ્તવ
જાણીતા કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastav)ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે તેમની તબિયત સ્વસ્થ નથી. એકાએક તબિયત બગડવાથી તેમને દિલ્હીની સરકારી હૉસ્પિટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હાર્ટ સ્ટ્રૉક આવવાની વાત કહેવામાં આવી રહી છે. રાજૂ શ્રીવાસ્તવના ચાહકોને આ સમાચાર સાંભળીને મોટો આંચકો લાગ્યો છે.
રાજૂ શ્રીવાસ્તવને શું થયું?
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, રાજૂ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે એકાએક અકસ્માત થઈ ગયો છે. એક્સરસાઇઝ કરતા રાજૂ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર પડી ગયા. ત્યાર બાદ રાજૂ શ્રીવાસ્તવને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, કૉમેડિયનને લઈને આવેલા આ સમાચારે ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા છે. ચાહકો રાજૂ શ્રીવાસ્તવના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. રાજૂ શ્રીવાસ્તવ જાણીતા કૉમેડિયન છે. તે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચૅરમેન પણ છે.
રાજૂ શ્રીવાસ્તવ કૉમેડીના બાદશાહ માનવામાં આવે છે. તે અનેક ફિલ્મો અને ટીવી શૉઝમાં કામ કરી ચૂક્યા છે. વર્ષોથી રાજૂ શ્રીવાસ્તવ પોતાની કૉમેડીથી લોકોને હસાવી રહ્યો છે. રાજૂ શ્રીવાસ્તવ બાળપણથી જ કૉમેડિયન બનવા માગતો હતો અને તેણે પોતાનું સપનું પૂરું કર્યું. રાજૂએ પોતાનું કરિઅર સ્ટેજ શૉઝ દ્વારા શરૂ કર્યું હતું.