12 September, 2022 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ કપિલ શર્મા શો’ દીકરા સાથે બેસીને જુએ છે ચન્દ્રચૂડ સિંહ
ચન્દ્રચૂડ સિંહે જણાવ્યું છે કે તે અને તેનો દીકરો શ્રાંજય સિંહ સાથે બેસીને ‘ધ કપિલ શર્મા શો’ જુએ છે. ચન્દ્રચૂડ ‘કઠપુતલી’માં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને રકુલપ્રીત સિંહ પણ જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે આ બધાં ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યાં હતાં. એ દરમ્યાન આ શો જોવાનું ગમે છે એવું જણાવતાં ચન્દ્રચૂડે કહ્યું હતું કે ‘મારો દીકરો તારા આ શોનો ખૂબ મોટો ફૅન છે. તેનું નામ શ્રાંજય સિંહ છે. અમે બન્ને સાથે બેસીને આ શો જોઈએ છીએ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.’ તો બીજી તરફ કપિલે રકુલને સવાલ કર્યો કે કઈ સીઝનમાં તને શૂટ કરવું ગમે છે. એનો જવાબ આપતાં રકુલે કહ્યું કે ‘ઉનાળો, અમારે ઍક્ટ્રેસિસને શૉર્ટ ડ્રેસ પહેરવા પડે છે અને શિયાળામાં આવાં કપડાં પહેરીને શૂટિંગ કરવું અમારા માટે સહેલું નથી હોતું. જોકે મેલ ઍક્ટર્સને તો જૅકેટ્સ પહેરવાની આઝાદી હોય છે.’