દેહવેપારનું રૅકેટ ચલાવનાર કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલની ધરપકડ

19 April, 2023 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે આરતીના આ રૅકેટને પકડવા માટે નકલી ગ્રાહકોને હોટેલમાં મોકલ્યા હતા

આરતી મિત્તલ

કાસ્ટિંગ ડિરેક્ટર અને ઍક્ટ્રેસ આરતી મિત્તલની દેહવેપારનું રૅકેટ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરતીએ ‘અપનાપન - બદલતે રિશ્તો કા બંધન’ અને ‘ના ઉમ્ર કી સીમા હો’ જેવી સિરીયલમાં કામ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે મૉડલને મુક્ત કરાવી છે અને તેને રીહૅબ સેન્ટરમાં મોકલી છે. તે મૉડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને ૧૫-૧૫ હજાર રૂપિયા આપવાની વાત કહી હતી. પોલીસે આરતીના આ રૅકેટને પકડવા માટે નકલી ગ્રાહકોને હોટેલમાં મોકલ્યા હતા અને આવી રીતે એ રૅકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને આ રૅકેટની માહિતી મળી હતી અને એના માટે તેમણે એક ટીમ બનાવી હતી. તેમના પ્લાનિંગ મુજબ ડમી કસ્ટમરે આરતીનો કૉન્ટૅક્ટ કર્યો અને પોતાના ફ્રેન્ડ માટે બે યુવતીઓની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આવી રીતે આરતી પોલીસની પકડમાં આવી ગઈ. પોલીસ હવે તેની સાથે અન્ય કોણ જોડાયેલું છે એની તપાસ કરી રહી છે.

entertainment news television news indian television