વાગલે’સ ગુજરાતને શું કામ મિસ કરવાના છે?

07 June, 2021 09:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘વાગલે કી દુનિયા’ અત્યારે સેલવાસના એક રિસૉર્ટમાં શૂટ કરે છે, પણ હવે બહુ જલદી મુંબઈ પાછી આવવાની છે ત્યારે એ સેલવાસની દરેક રાત મિસ કરશે

સુમીત રાઘવન

મહારાષ્ટ્રમાં તબક્કાવાર અનલૉક શરૂ થતાં સેલવાસના એક રિસૉર્ટમાં શૂટ કરતા ‘વાગલે કી દુનિયા’નું યુનિટ પણ હવે મુંબઈમાં શૂટ માટે પાછું આવી જવાનું છે, પણ એ દિવસ જેવો નજીક આવવાનો શરૂ થયો છે કે આખા યુનિટનો મૂડ ઑફ થવા માંડ્યો છે, જેનું કારણ છે સાથે રહેવાની મજા અને ગાળેલી રાતો. અત્યારે શૂટિંગ દરમ્યાન યુનિટમાં નિયમ છે કે ૭ વાગ્યે જેવું શૂટ પૅકઅપ થાય કે તરત બધાએ ફ્રેશ થઈને ડિનર પૂરું કરીને સાડાનવ સુધીમાં ગેમ-ઝોનમાં આવી જવાનું અને પછી સાથે જાતજાતની રમત રમવાની. બિલિયર્ડથી લઈને ટેબલ-ટેનિસ, સાપસીડી, ચેસ, કૅરમ જેવી રમતો બધાની શરૂ થાય અને રાતે એક-દોઢ વાગ્યા સુધી બધા સાથે રમે.

સુમીત રાઘવન કહે છે, ‘આ જે ગેમ-ટાઇમ છે એમાં બધેબધા આવે અને બધા જોડાય. મુંબઈ પાછા આવ્યા પછી અમે આ ગેમ-ટાઇમની રાતો મિસ કરવાના છીએ. ઘણી વાર તો અડધી રાત સુધી અમે બધા સાથે રમ્યા છીએ અને એ પછી પણ સવારના પહોરમાં વહેલા કામે લાગ્યા છીએ. કહે છેને કે આનંદનો થાક ન હોય એવું જ અમારી સાથે બને છે.’

સુમીત કહે છે, ‘અમારે માટે આ ટાઇમ પિકનિક જેવો રહ્યો છે. કામ પણ કર્યું અને એવી મજા પણ કરી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.’

entertainment news television news indian television tv show sab tv