બિગ બૉસમાં અનિરુદ્ધાચાર્યજીએ લીધી સલમાન ખાનના લગ્નની જવાબદારી, તો એકટરે કહ્યું...

06 October, 2024 07:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bigg Boss Season 18 Promo: આજે બિગ બૉસની 18મી સિઝનનું ભવ્ય પ્રીમિયર છે. ધાર્મિક નેતા શ્રી અનિરુદ્ધાચાર્યજી આ શોમાં વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા.

સલમાન ખાનને મળીને અનિરુદ્ધાચાર્યજીએ તેને ભગવત ગીતા ભેટ આપી (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો ટીવી રિયાલીટી શો ‘બિગ બૉસ’ ખૂબ જ પ્રખ્યાત છે. આ શો સેલેબ્સ વચ્ચે ચાલતા વિવાદને જોવા માટે ટીઆરપીના અનેક રેકોર્ડ તોડ્યા છે. આ શોમાં દર વર્ષે કોઈને કોઈ વિવાદમાં ફસાયેલા કે પ્રખ્યાત લોકોને બોલાવવામાં આવે છે. હાલમાં એવી જ એક વ્યક્તિ આ શોમાં દેખાવની શક્યતા છે. બિગ બૉસના સિઝન 18માં (Bigg Boss Season 18 Promo) પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર અનિરુદ્ધાચાર્યજી સલમાન ખાન સાથે જોવા મળી રહ્યા છે, જોકે તેઓ શોમાં નથી આવવાના પણ સલમાન સાથે થોડા સમય માટે વાતચીત કરતાં દેખાઈ રહ્યા છે. આ વાતચીત દરમિયાન અનિરુદ્ધાચાર્યજીએ સલમાનને તેના લગ્ન બાબતે સવાલ પૂછ્યો જેનો સલમાને પણ જવાબ આપ્યો હતો.

બિગ બૉસમાં એવું બહુ જ ઓછું છે કે શોના હોસ્ટ સલમાન ખાનના (Bigg Boss Season 18 Promo) લગ્નનો ઉલ્લેખ ન થયો હોય. બેચલર ફિલ્મ સ્ટાર સલમાન ખાન 58 વર્ષની ઉંમરે પણ બેચલર છે અને તેની લગ્નની કોઈ યોજના નથી એવું કહેતો હો હોય છે અને હવે તાજેતરમાં શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજે સલમાન ખાન માટે કન્યા શોધવાની વાત કરી હતી. આજે બિગ બૉસની 18મી સિઝનનું ભવ્ય પ્રીમિયર છે. ધાર્મિક નેતા શ્રી અનિરુદ્ધાચાર્યજી આ શોમાં વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા. જ્યારે તેમણે સ્ટેજ પર સલમાન ખાન માટે દુલ્હન શોધવાની વાત કરી તો તેણે આવો જવાબ આપ્યો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

બિગ બૉસ 18 ના લેટેસ્ટ પ્રોમોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન પહેલા શોના સ્ટેજ પર અનિરુદ્ધાચાર્યજીનું (Bigg Boss Season 18 Promo) સ્વાગત કરે છે અને પછી આગળના સ્પર્ધકની એન્ટ્રી થાય છે, જે રાજકારણ સાથે સંબંધિત છે. જ્યારે અનિરુદ્ધાચાર્યજીએ સ્પર્ધકને પૂછ્યું કે તે શોમાં કયા હેતુથી આવ્યો છે, તો તેણે કહ્યું, "રાજકીય લોકો ખૂબ લોભી હોય છે અને લોભ એ છે કે વધુને વધુ લોકો અમને ઓળખે."

આ પછી અનિરુદ્ધાચાર્યજી તેને પૂછે છે કે શું તે પરિણીત છે? પછી તે કહે છે કે તે હજુ બેચલર છે. જ્યારે તેની ઉંમર વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાને સલમાન ખાન કરતા નાની ગણાવી. આ વાત પર સલમાને કટાક્ષ કર્યો કે તે હજી બાળક છે. ત્યારે અનિરુદ્ધાચાર્યજી કહે છે કે મને હવે બે છોકરીઓ જોવી પડશે, એક તેના માટે અને એક સલમાન માટે. જ્યારે બાબાજીએ (Bigg Boss Season 18 Promo) ના પાડી ત્યારે સલમાને કહ્યું કે તે એવી છોકરી શોધી લેશે જે ભાગી ન જાય આ સાથે સલમાન કહે છે કે "અમને ભાગેડુ જોઈએ છે."

Bigg Boss Salman Khan television news indian television colors tv entertainment news