નવાઝુદ્દીનની આંખો મને ખૂબ જ સેક્સી લાગી હતી : એક્સ-વાઇફ આલિયા

21 June, 2023 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહી છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ-વાઇફ આલિયાએ કહ્યું કે તેને તેના પતિની આંખો ખૂબ જ સેક્સી લાગી હતી. તેઓ હવે અલગ થઈ ગયાં છે. આલિયાની લાઇફમાં હવે નવો માણસ પણ આવી ગયો છે. આલિયા હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહી છે. આ શોમાં તેની સાથે સાયરસ ભરૂચા પણ જોવા મળી રહ્યો છે. સાયરસે નવાઝુદ્દીન સાથેની તેની લવ સ્ટોરી વિશે પૂછતાં આલિયાએ કહ્યું હતું કે ‘મેં પહેલાં તેનો ફોટો જોયો હતો અને મને તેની આંખો ખૂબ જ ગમી હતી. તેની આંખો ખૂબ જ સેક્સી લાગી હતી. ત્યાર બાદ અમે મ‍ળ્યાં અને અમે પ્રેમમાં પડ્યાં. ત્યાર બાદ અમે સાથે રહેવા લાગ્યાં હતાં. આ અમારી જર્ની હતી.’
ત્યાર બાદ સાયરસે તેના મિસ્ટરી મૅન વિશે વાત કરી હતી. આ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘તેણે કહ્યું હતું કે તેને મારી આંખો પસંદ હતી અને ત્યાર બાદ અમે વાતો કરતાં થયાં હતાં. તે સૉફ્ટવેર એન્જિનિયર છે. તે મને ખૂબ જ રિસ્પેક્ટ અને લવ આપે છે. તે મને પ્રોટેક્ટેડ ફીલ કરાવે છે. આથી જ હું ૧૯ વર્ષ બાદ રિલેશનશિપમાં આવી.’

Bigg Boss nawazuddin siddiqui television news indian television entertainment news