23 December, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીજિતા ડે
‘બિગ બૉસ 16’ની સ્પર્ધક શ્રીજિતા ડેનું કહેવું છે કે ટીના દત્તાએ ઘણા લોકોનાં ઘર ભાંગવાની કોશિશ કરી છે. આ શોમાં શ્રીજિતા અને ટીનાનું જરા પણ નથી બનતું. શ્રીજિતા અને ટીનાની મમ્મી બન્ને ખૂબ જ સારાં ફ્રેન્ડ્સ છે, પરંતુ તેમની દીકરીઓ વચ્ચે એટલા જ મતભેદ છે. હાલમાં જ કલર્સ ચૅનલના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા એક પ્રોમોમાં શ્રીજિતા અન્ય સ્પર્ધક સૌંદર્યા શર્મા સાથે વાત કરતી જોવા મળી રહી છે. શ્રીજિતાએ કહ્યું હતું કે ‘ટીના જરા પણ અટેન્શન મેળવ્યા વગર નથી રહી શકતી. ખાસ કરીને બૉય્ઝ પાસેથી તેને ભરપૂર અટેન્શન જોઈએ છે. તેણે ઘણા લોકોનાં લગ્ન ભાંગવાની કોશિશ કરી છે અને એ જ કારણ છે કે તે આજ સુધી તેની લાઇફમાં સેટલ નથી થઈ શકી અને પોતાનું ઘર નથી બનાવી શકી. તે એમાંની વ્યક્તિ છે જે અંદરથી નાખુશ હોય છે અને એથી તે અન્યને નીચા પાડીને એમાં ખુશ થાય છે.’
એમસી સ્ટેન દ્વારા ‘બિગ બૉસ 16’માં અન્ય સ્પર્ધક શાલીન ભનોતને જાનથી મારવાની ધમકી આપવામાં આવતાં તેના પિતાએ દીકરાની સુરક્ષા માટે મેકર્સને ઓપન લેટર લખ્યો છે.