04 January, 2023 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાલીન ભનોત
‘બિગ બૉસ 16’માં અર્ચના ગૌતમ અને સૌંદર્યા શર્મા લેસ્બિયન છે કે કેમ એવો સવાલ શાલીન ભનોતે કર્યો છે. આ શોમાં તેના અને ટીના દત્તાના રિલેશનને લઈને હંમેશાં સવાલો ઉઠાવવામાં આવે છે. ન્યુ યર ઈવના દિવસે શાલીન અને ટીના બન્ને રોમૅન્ટિક ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. તેમના રોમૅન્સને લઈને ઘરવાળાએ ફરી સવાલ ઉઠાવ્યા હતા. પોતાના રિલેશનનો બચાવ કરતાં શાલીને કહ્યું હતું કે શું અર્ચના અને સૌંદર્યા લેસ્બિયન છે, કારણ કે તેઓ બ્લેન્કેટ શૅર કરે છે? અર્ચના અને સૌંદર્યા બન્નેએ આ માટે શાલીનનો વિરોધ કર્યો હતો અને તેના શબ્દો પાછા લેવા માટે કહ્યું હતું. આ ઘટનાને સૌંદર્યાએ નિમ્રત કૌર અહલુવાલિયાને કહી હતી. નિમ્રતે પણ આ આર્ગ્યુમેન્ટમાં ઝંપલાવતાં કહ્યું હતું કે શાલીન રોજેરોજ વધુને વધુ ચીપ થતો જઈ રહ્યો છે. આ વિશે શાલીને જ્યારે ટીનાને કહ્યું ત્યારે ટીનાએ તેના આ સ્ટેપ બદલ શાલીનને શાબાશી પણ આપી હતી.