11 October, 2022 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાખી સાવંત
રાખી સાવંતનું કહેવું છે કે હાલમાં શરૂ થયેલા ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનના કન્ટેસ્ટન્ટ્સ હજી સુધી ગાઢ નિદ્રામાં હોવાથી મને આ શો બોરિંગ લાગે છે. આ શોના એક સેગમેન્ટ ‘બિગ બઝ’ને કૃષ્ણા અભિષેક હોસ્ટ કરે છે. એમાં ઍવિક્ટેડ સ્પર્ધકોને બોલાવીને તેમની સાથે ઇન્ટરેસ્ટિંગ ગેમ રમવાની સાથે તેમને હાઉસમૅટ્સ વિશે પક્ષપાત કર્યા વગર પોતાના વિચાર જણાવવાનું કહે છે. ‘બિગ બૉસ’ વૂટ પર આવે છે અને એમાં રાખી જોવા મળવાની છે. રાખીએ કહ્યું કે ‘દસ દિવસથી ‘બિગ બૉસ 16’ શરૂ થયો છે, પરંતુ બધા હજી સુધી સૂતા છે. તેમને દર્શકોને મનોરંજન આપવામાં કોઈ રસ નથી અને એથી સ્વાભાવિક છે કે એ બોરિંગ બની ગયો છે. હું એકમાત્ર છું જે શોને મારા અંદાજથી મનોરંજક બનાવી શકું છું. મને લાગે છે કે આ સીઝનમાં મારે વાઇલ્ડ કાર્ડ દ્વારા બિગ બૉસ હાઉસમાં જવું પડશે અને ઘરમાં હલચલ મચાવવી પડશે જેથી અન્ય સ્પર્ધકો જાગે અને તેઓ આ શોને સિરિયસ્લી લે.’