20 April, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવ ઠાકરે
‘ખતરોં કે ખિલાડી 13’માં હવે શિવ ઠાકરે જબરદસ્ત સ્ટન્ટ્સ કરતો દેખાવાનો છે. ‘બિગ બૉસ 16’માં શિવ જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એમાં સામેલ થવા માટે અનેક સેલિબ્રિટીઝનાં નામોની અફવા ફેલાઈ છે. પોતાની એન્ટ્રી વિશે શિવ ઠાકરેએ કહ્યું કે ‘મારા માટે ‘ખતરોં કે ખિલાડી 13’માં સામેલ થવું એ સાહસથી ભરેલો નિર્ણય છે. આ માત્ર આપણા ડરને દૂર કરવા માટે નથી, એનાથી તમને તમારા અંદર રહેલા પાવરનો એહસાસ થાય છે. આ શોમાં જોડાવું મારા માટે કોઈ સપનું પૂરું થવા સમાન છે. મેં મારી લાઇફમાં અનેક પ્રકારના ડર પર કાબૂ મેળવી લીધો છે અને હવે ઍક્શન ગુરુ રોહિત શેટ્ટીના માર્ગદર્શનમાં ખતરાઓનો સામનો કરવા માટે ખૂબ ઉત્સુક છું. ‘બિગ બૉસ’ બાદ આ શો મારા લિસ્ટમાં હતો. મારું માનવું છે કે બાપ્પાએ મારી ઇચ્છા પૂરી કરી લીધી છે. લાઇફમાં એક વખત મળનારી આ તક છે. હું માનસિક અને શારીરિક શક્તિનું પરીક્ષણ કરવા માટે તૈયાર છું.’