11 October, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામ્યા પંજાબી અને દેવોલીના ભટ્ટાચારજી
‘બિગ બૉસ 16’માં ટીવી-ઍક્ટર્સ પર સાજિદ ખાને કરેલી કમેન્ટ પર કામ્યા પંજાબી અને દેવોલીના ભટ્ટાચારજી રોષે ભરાઈ છે. આ શોમાં સાજિદની એન્ટ્રી પર જ લોકો સવાલ કરી રહ્યા છે. એવામાં સાજિદ ટીવીના કલાકારો વિશે જે બોલી ગયો છે એને કારણે આગમાં ઘી હોમાયું છે, એમ કહી શકાય છે. રૅપર એમસી સ્ટેનને સાજિદ કહી રહ્યો હતો કે ‘આ બધા ટીવી-સિરિયલના ઍક્ટર્સ છે. બેઝિકલી તેમને લાગે છે કે આ અમારી દુનિયા છે. આ બધી વસ્તુનો હું બાપ છું. હકથી નહીં, દિમાગથી છું.’
તેની આ વાત પર ઉશ્કેરાઈને ટ્વિટર પર કામ્યાએ ટ્વીટ કર્યું હતું, ‘અમને લાગતું નથી, અમે જાણીએ છીએ કે આ અમારી દુનિયા છે. આ દુનિયા અમે બનાવી છે. આ દુનિયા અમે અમારી મહેનતથી, અમારી લગનથી બનાવી છે. અમારા દર્શકો, અમારા ફૅન્સ અમારી તાકાત છે. એથી તમે જરૂર બાપ હશો, પરંતુ ટીવીના નહીં. અન્યોની જેમ તમે પણ અહીં એકમાત્ર સ્પર્ધક છો.’
બીજી તરફ સાજિદની આ કમેન્ટ પર રિપ્લાય આપવામાં દેવોલીના ભટ્ટાચારજીએ પણ મોડું નથી કર્યું. ટ્વિટર પર દેવોલીનાએ ટ્વીટ કર્યું હતું, ‘ઓહ ગૉડ... તમારી દુનિયામાં તમે બાપ હશો. હા, આ દુનિયા અમારી છે અને હજાર ગણી સારી છે. ટીવી-ઍક્ટર્સ સાથે આટલો વાંધો છે તો ભાઈ, ટીવી પર શું કામ આવ્યા. બેહોશી મેં આયે થે ક્યા? ખોટું બોલનારા હંમેશાં ખોટું જ બોલશે.
આ જનાબ ક્યારેય નહીં સુધરે.’