22 December, 2023 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિન્સ નરુલા
‘બિગ બૉસ 17’ના હાલના ટ્રૅકને જોતાં પ્રિન્સ નરુલાએ એ રિયલિટી શોનો ઊધડો લીધો છે. ‘બિગ બૉસ 9’નો પ્રિન્સ નરુલા વિજેતા રહ્યો હતો. પ્રિન્સનું કહેવું છે કે લોકોની પર્સનલ લાઇફ પર મજાક કરવામાં આવે છે. એનું કારણ છે મુનવ્વર ફારુકીની એક્સ-ગર્લફ્રેન્ડ આયેશા ખાનની વાઇલ્ડ કાર્ડ દ્વારા આ શોમાં એન્ટ્રી. એને જોતાં ઇન્સ્ટાસ્ટોરી પર પ્રિન્સ નરુલાએ લખ્યું કે ‘બાદમાં તમે કહો છો કે ‘બિગ બૉસ’ આ વર્ષે સારું ચાલે છે. કન્ટેન્ટ માટે તમે કોઈની પર્સનલ લાઇફની મજાક ઉડાવશો તો કોણ રમશે? વિકાસ, મુનવ્વર અથવા તો અભિષેક જે રમી રહ્યા હતા તેમની લાઇફના ધજાગરા ઉડાવી દીધા. છેલ્લી કેટલીક સીઝનથી તો લોકોની પર્સનલ લાઇફની મજાક કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ તો ડિપ્રેશનમાં જઈ શકે છે અને ખોટું પગલું ભરી શકે છે. શોને શોની જેમ રમવા દો.’