19 January, 2024 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂજા ભટ્ટ
‘બિગ બૉસ 17’માં જોવા મળતા વિકી જૈને એક ટાસ્ક દરમ્યાન મનારા ચોપડાને લઈને અપમાનજનક કમેન્ટ કરી હતી. એને જોતાં પૂજા ભટ્ટે એક મહિલાનું અપમાન કરવા માટે વિકીની નિંદા કરી હતી. શોમાં એક ટૉર્ચર ટાસ્ક આપવામાં આવ્યો હતો. એક ટીમમાં વિકી જૈન, અંકિતા લોખંડે, ઈશા માલવિયા અને આયેશા ખાન હતાં. તો બીજી ટીમમાં અરુણ મહાશેટ્ટી, મુનાવર ફારુકી, મનારા ચોપડા અને અભિષેક કુમાર હતાં. વિકીની ટીમે સામેની ટીમ પર ચિલી પાઉડર નાખીને ટૉર્ચર કર્યો હતો. બાદમાં પોતાને બચાવવા માટે તેમણે બકેટ્સ અને ચિલી પાઉડર સંતાડી દીધો હતો. એ દરમ્યાન વિકી અને મુનવ્વર વચ્ચે પણ જોરદાર લડાઈ થઈ હતી. એ વખતે મનારાએ પોતાની ટીમનો બચાવ કરતાં વિકીની ટીમ સામે આવીને ઊભી રહી ગઈ હતી અને તે મુનવ્વરની સાથે જબરદસ્તી ન કરે એટલે વચ્ચે આવીને બેસી ગઈ હતી. એ વખતે વિકીએ કમેન્ટ કરતાં જણાવ્યું કે મનારા મુનવ્વરના ખોળામાં બેઠી હતી. તેને પણ સારું લાગી રહ્યું હતું. સાથે મનારાને વિકીએ ચીપ કહી હતી. આ બધું જોઈને પૂજાનો ગુસ્સો વધી ગયો. પોતાનો રોષ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ઠાલવતાં પૂજાએ લખ્યું કે ‘‘તું જે રીતે બેઠી એમાં તું મજા લઈ રહી હતી.’ આવું એક પુરુષ કન્ટેસ્ટન્ટે મનારા ચોપડા, જે પોતાની ટીમને બચાવવા માટે આગળ આવી હતી તેને અપમાનિત કરવા માટે કહ્યું હતું. જ્યારે બધી બાજુથી હારી જવાય ત્યારે મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે બાદમાં તે પોતાની જાતને જેન્ટલમૅન કહેવડાવે છે. આ સારું ન કહેવાય. ‘બિગ બૉસ 17’.’