કપિલનો આભાર માન્યો ભુવન બામે

03 March, 2023 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભુવન બામ હાલમાં જ ‘ધ ક​પિલ શર્મા શો’માં જોવા મળ્યો હતો

કપિલ શર્મા અને ભુવન બામ

યુટ્યુબરમાંથી ઍક્ટર બનેલો ભુવન બામ હાલમાં જ ‘ધ ક​પિલ શર્મા શો’માં જોવા મળ્યો હતો. આ શોમાં હાજરી આપ્યા બાદ તેણે કપિલનો આભાર માન્યો હતો. ભુવન બામે ૨૦૧૫માં તેની યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી. તેના ૨૬ મિલ્યન કરતાં પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે ઇન્ડિયાનો પહેલો સૌથી મોટો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર છે. તેણે ‘ઢિંઢોરા’ દ્વારા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ‘તાઝા ખબર’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં તે ‘​ઢિઢોંરા 2’ અને ‘તાઝા ખબર 2’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. કપિલ શર્મા સાથેનો ફોટો શૅર કરીને ભુવને કૅપ્શન આપી હતી કે ‘ધ કપિલ શર્મા શોમાં આવીને ઔકાતની બહાર આવી ગયો છું. કપિલ શર્મા ભૈયા, મને બોલાવવા માટે આભાર.’

entertainment news indian television television news the kapil sharma show kapil sharma