26 April, 2023 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગુલાટી
ગૌતમ ગુલાટીનું કહેવું છે કે કોઈ શોમાં ગૅન્ગ લીડર બનવું એ પાત્ર ભજવવા કરતાં પણ વધુ જવાબદારીભર્યું છે. તે ‘રોડીઝ’ની ૧૯મી સીઝનમાં ગૅન્ગ લીડર બન્યો છે. આ શોને સોનુ સૂદ હોસ્ટ કરશે. ગૌતમની સાથે પ્રિન્સ નરુલા અને રિયા ચક્રવર્તી પણ ગૅન્ગ લીડર તરીકે જોવા મળશે. આ વિશે વાત કરતાં ગૌતમ ગુલાટીએ કહ્યું કે ‘મને લાગે છે કે ‘રોડીઝ’માં ગૅન્ગ લીડર બનવું એ પાત્ર ભજવવા કરતાં વધુ જવાબદારીભર્યું છે. આ ખૂબ જ મોટી જવાબદારી છે અને એને સ્વીકારવા માટે હું તૈયાર છું. મારી જર્ની સરળ નહોતી, પરંતુ મેં મારો રસ્તો જાતે બનાવ્યો છે. હું મારા ટીમ મેમ્બર્સને ઇન્સ્પાયર કરીને તેમને જિતાડવાની કોશિશ કરીશ.’