06 September, 2021 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્નેહા નામનંદી
`બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળતી સ્નેહા નામનંદી હવે એક ચૅટ-શો પ્રોડ્યુસ કરવાની છે. તેણે આ અગાઉ ‘તોરબાઝ’ અને ‘યે હૈ પૅરાનૉર્મલ ઇશ્ક’માં પણ કામ કર્યું હતું. સ્નેહાએ પોતાના પેટ ડૉગ્સના નામે પ્રોડક્શન-હાઉસની શરૂઆત કરી છે. પોતાના ચૅટ-શો વિશે સ્નેહાએ કહ્યું કે ‘મારી ઇચ્છા મારા ડૉગીના નામ પરથી કંપનીની શરૂઆત કરવાની હતી. મને લાગતું હતું કે મારી લાઇફમાં જે પણ સારી વસ્તુઓ મારી સાથે બની છે એ બધી એેને કારણે બની છે. એની એનર્જી અને એના આશિષથી થઈ છે. હું મારા પહેલા પ્રોજેક્ટની જાહેરાત કરતાં ખુશી અનુભવી રહી છું. ચૅટ-શોનું નામ ‘ઝિંદગી રીલોડેડ’ છે. એને લઈને હું ખૂબ ઉત્સાહી છું. ૬ સેલિબ્રિટીઝ અને ફેમસ લાઇફસ્ટાઇલ અને કૉન્ફિડન્સ કોચ એનો ઇન્ટરવ્યુ લેશે. કૃષ્ણા અભિષેક પણ આ પ્રોજેક્ટમાં છે.’
આ શોના માધ્યમથી લોકોને એક મેસેજ પણ આપવામાં આવશે. એ વિશે સ્નેહાએ કહ્યું હતું કે ‘અમે સામાન્ય લોકોને એક સંદેશ આપવા માગીએ છીએ કે સેલિબ્રિટીઝને પણ સ્ટ્રગલ્સ કરવી પડે છે અને તેમની જર્ની ધારીએ એટલી સરળ નથી હોતી. આવનારા ગેસ્ટ નાનકડું સ્ટૅન્ડ-અપ પર્ફોર્મ કરશે. ત્યાર બાદ ચૅટ-શોની શરૂઆત કરવામાં આવશે. સવાલ-જવાબનું આ સેશન રહેશે. ગેસ્ટ્સને તેમની લાઇફ સાથે જોડાયેલા કેટલાક સવાલ પૂછવામાં આવશે. સાથે જ રિયલ લાઇફમાં તેઓ કેવી રીતે રહેશે એ પણ પુછાશે. ત્યાર બાદમાં એક મજેદાર રૅપિડ રાઉન્ડ રહેશે, જેમાં ઇન્ટરેસ્ટિંગ અને ઇમોશનલ સવાલ પૂછવામાં આવશે.’