19 June, 2022 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અસિત મોદી
અસિત કુમાર મોદીને આશા છે કે શૈલેશ લોઢા ફરી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબૅક કરશે. આ શોમાં દયાબેનની એન્ટ્રી થવાની છે એવી ચર્ચા જોરશોરમાં છે. જોકે હજી એક-બે મહિનાનો સમય લાગી શકે છે. આ સાથે જ હાલમાં શો છોડનાર શૈલેશ લોઢા પણ કમબૅક કરશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ વિશે પૂછવામાં આવતાં અસિત કુમાર મોદીએ કહ્યુ કે ‘અમે ટૅલન્ટેડ ઍક્ટરની શોધ કરી રહ્યા છીએ. જોકે શૈલેશ લોઢા પણ ફરી પાછા આવી શકે છે. મારા કોઈ પણ ઍક્ટર શો છોડે ત્યારે મને એ જરા પણ ગમતું નથી. શો છોડવા પહેલાં મેં તેમની સાથે ઘણી ડીટેલમાં વાતો કરી હતી. જોકે તેમને નવી તક મળતાં તેઓ આ શો છોડવા માગતા હતા. અમે ઇચ્છીએ છીએ કે તેઓ કમબૅક કરે. જોકે હું કોઈની રાહ જોઈ શકું એમ નથી, કારણ કે આ શો અમારા દરેક કરતાં વધુ મહત્ત્વનો છે. જો તેઓ કમબૅક ન કરે તો મારે દર્શકો માટે તેમની જગ્યાએ કોઈ નવા માણસને પસંદ કરવો રહ્યો.’