02 June, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન બિજલાની
અર્જુન બિજલાણીએ ‘પ્યાર કા પહલા અધ્યાય શિવ શક્તિ’નું શૂટિંગ શરૂ કરતાં પહેલાં વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથનાં દર્શન કર્યાં હતાં. તે મંદિરે પહોંચતાં જ લોકો તેને ઘેરી વળ્યા અને સેલ્ફી માટે પડાપડી કરવા માંડ્યા હતા. આ અગાઉ તે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિ બાપ્પાનાં દર્શન કરવા ગયો હતો. ઝી ટીવી પર શરૂ થતી આ સિરિયલના પ્રોમોનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એમાં તે ગંગા નદીમાં ડૂબકી લગાવે છે એવો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ શોમાં તેની સાથે ‘મૅડમ સર’ની ભાવિકા શર્મા પણ જોવા મળવાની છે. કાશી વિશ્વનાથનાં દર્શનનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી, ‘આજે શૂટિંગનો પહેલો દિવસ હતો. કાશી વિશ્વનાથના આશીર્વાદ લીધા છે. કદી ન ભુલાય એવો અનુભવ રહ્યો અને એ ખૂબ અદ્ભુત પણ હતો.’