04 August, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન બિજલાણી
અર્જુન બિજલાણીનું કહેવું છે કે મહિલાની સુરક્ષા માટે હંમેશાં લોકોએ ઊભા રહેવું જોઈએ. તે હાલમાં ‘પ્યાર કા પહલા અધ્યાય શિવશક્તિ’માં જોવા મળી રહ્યો છે. આ શિવ-શક્તિની સ્ટોરીને મૉડર્ન રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે. આ શોમાં અર્જુને શિવ અને નિકી શર્માએ શક્તિનું પાત્ર ભજવ્યું છે. આ શોમાં વિમેન સેફ્ટીની વાત કરવામાં આવી છે.
આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘આ દુનિયામાં દુષ્કર્મો ત્યારે જ વધે છે જ્યારે સારા વ્યક્તિ ચૂપ રહેવાનું પસંદ કરે છે. આપણી આસપાસ થતાં કુકર્મો સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. તેમ જ મહિલાઓના સન્માનની વાત હોય અને તેમનું અપમાન થતું હોય ત્યારે તેમને પ્રોટેક્ટ કરવા માટે દસ હાથ ઊભા થવા જોઈએ. આપણે જ્યારે એક થઈએ ત્યારે સોસાયટીમાં બદલાવ લાવી શકીએ છીએ અને મહિલાઓ માટે સેફ બનાવી શકીએ છીએ. મહિલાઓ કોઈ પણ પ્રકારના ડર વગર રહે એ જરૂરી છે.’