16 November, 2022 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાધા સિંહ
અનુરાધા સિંહનું કહેવું છે કે દરેક આર્ટિસ્ટની ઇચ્છા હોય છે કે તે એક કરતાં વધુ પ્રોજેક્ટમાં કામ કરે. અનુરાધા હાલમાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘ઇમલી’માં કામ કરી રહી છે. તે બે પ્રોજેક્ટ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. આ વિશે વાત કરતાં અનુરાધાએ કહ્યું કે ‘શરૂઆતમાં મારા માટે આ મુશ્કેલ હતું, કારણ કે બન્ને શોના ટાઇમ ક્લૅશ થઈ રહ્યા હતા અને બન્નેમાં એ સમયે ખૂબ જ મહત્ત્વનાં દૃશ્યો ચાલી રહ્યાં હતાં. આ સમયને હૅન્ડલ કરવો ખૂબ જ મુશ્કેલ હતું. જોકે દરેક આર્ટિસ્ટ ઇચ્છતો હોય છે કે તેમની લાઇફમાં એવો સમય આવે કે તેઓ એટલું કામ કરી રહ્યા હોય કે તેમની પાસે સમય જ ન રહે. મને ખુશી છે કે મને આટલું કામ અને સારાં પાત્ર મળ્યાં છે.’