ડીપફેક વિડિયોનો શિકાર બનેલા અનુપ સોનીએ લોકોને કર્યા સાવધાન

13 May, 2024 06:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને અનુપના અવાજને એક વિડિયો પર કૉપી કરવામાં આવ્યો છે

અનુપ સોની

‘ક્રાઇમ પૅટ્રોલ’ને હોસ્ટ કરનાર અનુપ સોની ડીપફેક વિડિયોનો ભોગ બન્યો છે અને એથી તેણે લોકોને સચેત કર્યા છે. અગાઉ અનેક સેલિબ્રિટીઝ જેવી કે આમિર ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કાજોલ અને કૅટરિના કૈફ પણ એના શિકાર બન્યાં હતાં. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને અનુપના અવાજને એક વિડિયો પર કૉપી કરવામાં આવ્યો છે, જેમાં તે ક્રિકેટ મૅચ ફિક્સ કરવા વિશે કહી રહ્યો છે. એને જોતાં લોકોને સાવધ કરતાં અનુપ કહે છે, ‘આ પૂરી રીતે ફેક વિડિયો છે. આપણે અલર્ટ રહેવું પડશે કે વર્તમાનમાં કેટલી હદ સુધી હેરાફેરી કરવામાં આવે છે. આ અવાજ સાંભળીને લાગે છે કે હું જ બોલી રહ્યો છું. વિડિયો ક્લિપ્સ પણ ‘ક્રાઇમ પૅટ્રોલ’ની છે. એથી પ્લીઝ 
અલર્ટ રહો.’

anup soni entertainment news television news indian television