સાજિદ ખાનને ‘બિગ બૉસ’માંથી કાઢવાની અલી ફઝલની ડિમાન્ડ

19 October, 2022 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાજિદ ખાન ​સામે ઘણી મહિલાઓએ #MeTooનો આરોપ મૂક્યો હતો

અલી ફઝલે એક ફોટો પણ શૅર કર્યો છે જેમાં સાજિદ ખાનનો ફોટો સળગતો જોવા મળી રહ્યો છે

અલી ફઝલે ડિમાન્ડ કરી છે કે સાજિદ ખાનને ‘બિગ બૉસ 16’માંથી કાઢવામાં આવે. તેણે એક ફોટો પણ શૅર કર્યો છે જેમાં સાજિદ ખાનનો ફોટો સળગતો જોવા મળી રહ્યો છે. સાજિદ ખાન ​સામે ઘણી મહિલાઓએ #MeTooનો આરોપ મૂક્યો હતો. તેના પર આવો આરોપ મૂકવા બાદ ઘણી મહિલાઓએ અને ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. જોકે તેના વિરુદ્ધ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. શોના પ્રોડ્યુસર્સ પણ આ વિશે કંઈ કમેન્ટ નથી કરી રહ્યા. સોશ્યલ મીડિયા પર પણ ઘણી સેલિબ્રિટીએ આ વિશે અવાજ ઉઠાવ્યો છે અને સાજિદને શોમાંથી બહાર કાઢવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ સેલિબ્રિટીઝમાં હવે અલી ફઝલનો પણ સમાવેશ થયો છે. અલી ફઝલે ઇન્સ્ટાસ્ટોરીમાં આ ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘સાજિદ ખાનને હમણાં જ બિગ બૉસમાંથી બહાર કાઢો.’

entertainment news television news indian television Bigg Boss ali fazal sajid khan MeToo